પી.પી.જી. એક્સિમેન્ટલ હાઈસ્કૂલની ત્રણ કૃતિ ની યુવા ઉત્સવમાં પ્રદેશ કક્ષાએ જવા માટે પસંદગી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ, સંચાલિત પાટણની પીપીજી એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ ની કુલ આઠ કૃતિઓએ ભાગ લીધેલ જે પૈકી લોકવાદ્ય સ્પર્ધામાં નાયક ઓમ પ્રથમ ક્રમે , ભરતનાટ્યમ માં ત્રિવેદી ઇશિકા અમરીશભાઈ પ્રથમ સ્થાને, લોકનૃત્યમાં સુથાર સલોની , વૃંદા દરજી, જીયા બારોટ ,સોની સોનું ,પરમાર હિમાની, રાજપૂત વિધિ, પ્રજાપતિ ધનવિ ની સમગ્ર ટીમ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે તથા ચિત્ર સ્પર્ધા માં દરજી હેલી દ્વિતીય સ્થાને , ભજન સ્પર્ધા માં સોની માન્યા દ્વિતીય સ્થાને, એક પાત્રીય અભિનયમાં વાઘેલા હિમાંશીકુંવરીબા તૃતીય સ્થાને , તબલા સ્પર્ધામાં નાયક ઓમ તૃતીય સ્થાને વિજેતા થયેલ છે.     

         જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલી ત્રણેય કૃતિઓ હવે પ્રદેશકક્ષાએ ભાગ લેવા જશે

      તમામ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં વિજેતા બની શાળાનું, સમાજનું તથા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારેલ છે અને તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી ડાહ્યાભાઈ એન.દેસાઈ, શ્રી ઉપેન્દ્રભાઈ ગજજર , શ્રીમતી મનિષાબેન ખત્રી, શ્રીમતી પ્રજ્ઞાબેન નાયક, શ્રી શક્તિસિંહ રાજપુરોહિત તથા સોઢા ઝુઝારસંગ ને સમગ્ર NGES કેમ્પસ વતી ડૉ.જે. એચ. પંચોલી સાહેબ તથા શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી પ્રદેશ કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.