ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ - સપ્ટેમ્બર : 2022 દરમ્યાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મતદાર સાક્ષરતા ક્લબની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકોમાં મતદાન અંગેની જાગૃતતા આવે અને નવા મતદારોનું પણ સો ટકા નામાંકન થાય તે વિશે વર્કશોપમાં ક્લબના સભ્યોને માહિતી આપવામાં આવી હતી. 

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ