વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 30મી સપ્ટેમ્બરે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રૂપિયા 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી આ રેલવે લાઇનનું કામ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે.

આ લાઈન પર અંબાજીમાં તેની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે તારંગા હિલ્સ રેલવે સ્ટેશનની પણ જૈન સ્થાપત્યકલાના આધારે ડીઝાઈન કરવામાં આવશે.

- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરથી ગુજરાત મુલાકાતે

- 30મી સપ્ટેમ્બરે બનાસકાંઠાને આપશે વિવિધ પ્રકલ્પોની ભેટ

- તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન

- રૂ.2798 કરોડના ખર્ચે રેલ્વે લાઈનનું થશે નિર્માણ

- 116 કિમી લંબાઈ ધરાવતી રેલ્વે લાઈન પર હશે 6 રિવર ક્રોસીંગ

- 4 તબક્કામાં અને આગામી 5 વર્ષમાં પૂર્ણ થશે કામગીરી

- મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 104 ગામડાઓને થશે લાભ

- 60 ગામડાઓમાંથી પસાર થશે રેલ્વે લાઈન