શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ ચોકડી સમાજવાડીમાં અમૃત મહોત્સવ ને લઈને ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન..
Posted 2022-09-28 03:04:06
Mahemdavad Gujarat
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ- ચોકડી ખાતે સમાજવાડીમા માઁ આદ્યશક્તિ નો મહા પર્વ એટલે નવરાત્રીનું અતિ ભવ્ય રીતે માઁ અંબે ની આરતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે પૂરો ભારત દેશ 75 માં વર્ષ ની આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજ ના ભાઈઓ બહેનો તેમજ નાના મોટા દરેક પુરા જોશ થી તિરંગા થીમ સાથે ની માંડવડી બનાવી આ નવરાત્રીમાં માતાજી આરતી બાદ સમૂહ મા રાષ્ટ્રગીત ગાઈને નવરાત્રી મહા પર્વ ને રાષ્ટ્રીય ઉત્સવ બનાવ્યો અને દરેક ખેલૈયા ઓ ગરબા ની રમઝટ જમાવી હતી. માતાજી ના ચોક મા ચારેય બાજુ દેશના લોકો ગૌરવ લઇ શકે એવા રાષ્ટ્રીય સ્મારક તેમજ ગૌરવાન્તિક ઘટનાઓ અને વીરાંગનાઓની યાદ તાજી કરાવી શકે એવા બેનરો લગાવી અમૃત મહોત્સવ ની ઉજવણી સાથે નવરાત્રી મા પણ રાષ્ટ્ર ભાવના કેળવવા એક અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો. નવરાત્રીના મહા ઉત્સવ મા આદર્શ યુવક મંડળ ના પ્રમુખશ્રી હરેશ પટેલ, ઉપપ્રમુખ શ્રી ભાવેશ પટેલ, મંત્રીશ્રી ચેતન પટેલ, સહમંત્રી પ્રકાશ પટેલ તેમજ મંડળ ના તમામ સભ્યો ઉત્સાહ ભેર સહભાગી થયા હતા અને ભારતીય સંસ્કૃતિ નું જતન કરવાનો એક પ્રયાસ કર્યો હતો.