કોરોનાની વિદાય સાથે બે વર્ષ બાદ હવે આ વર્ષે રાજ્યમાં ઠેરઠેર નવરાત્રીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવરાત્રી પર્વના ઠેરઠેર ગરબાના આયોજનો થયા છે, જેમાં યુવાઓ,યુવતીઓ બાળકો સહિત આબાલવૃદ્ધો ભાગ લઈ રહ્યા છે.
શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટા આયોજનો થયા છે, ગામડામાં હજુ પણ જુની પદ્ધતિ મુજબ માના ગરબા ગવાય છે.
ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.
નવરાત્રિમાં આ વર્ષે અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
રાજ્યમાંઅમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત સહિત નાના મોટા તમામ ટાઉન માં ભવ્ય ગરબાના આયોજન કરવામાં આવ્યા હતા.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી પર્વની સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ ઠેરઠેર ગરબાના આયોજનો થયા છે અને માતાજીની આરાધના સાથે ગુજરાતી પરિવારો પ્રથમ દિવસે ગરબે ઘુમ્યા હતા