જૂનાગઢ જેલના પોલીસ કર્મીચારીઓએ પોલીસ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ભર્તી બોર્ડ દ્વારા જ આર્મ, અનાર્મ, જેલ તથા
SRPF એક જ ભરતી સમાન પગાર ધોરણોથી
કરવામાં આવે અને જેલ પોલીસ કર્મીઓમાં
સરકાર દ્વારા ભેદભાવ ન રાખવામાં આવે તે
બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ
કર્મચારીઓએ ફીક્સ રકમ જાહેર સુરક્ષા
પ્રોત્સાહન પેકેજ તાત્કાલીક અસરથી એરીયસ
સાથે ચુકવવા અને વિવિધ માંગણીઓને લઇ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણથી
વધારી પાંચ વર્ષ કરવાની માગ
આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, જેલ
કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણ વર્ષથી
વધારી પાંચ કરવામાં આવે, જેલ કર્મચારીઓની
બદલી ઝોન વાઇઝ કરવામાં આવે જેથી કરીને
જેલ કર્મચારીના સંતાનોના શિક્ષણ પર અસર
ન થાય. જેલમાં કર્મચારીઓને થતી શિક્ષામાં
સુધારો કરી ઇજાફા રોકવા તેમજ અજમાયશી
સમયગાળો વધારવાની શિક્ષાને બદલે પોલીસની
જેલ રોકડ દંડ અથવા નાની શિક્ષા કરવામાં
આવે, જેથી નાના કર્મચારીઓને ભવિષ્યમાં
આર્થીક તથા બઢતીમાં નુકસાન ન થાય. તાલુકા
સબ જેલ લોકઅપ જેલ વિભાગ હસ્તક સોપણી
કરવામાં આવે, પોલીસને વર્ષ દરમિયાન મળતા
આર્ટીકલો તેમજ યુનિફોર્મ જેલ કર્મચારીઓને
પણ ફાળવવામાં આવે તેવી માગ સાથે રજૂઆત
કરી હતી. પોલીસને મળતા લાભો જેલ કર્મીઓને પણ
આપવાની માંગણી
આ ઉપરાંત પોલીસ સમકક્ષ આર્ટીકલમાં સુધારો
કરવામાં આવે તો બીજી તરફ એક્સીસ બેંકમાં
સેલેરી એકાઉન્ટ ખોલાવવા માટે જેલો પર પત્ર
વ્યવહાર કરાવામાં આવેલ પરંતુ એક્સિસ બેંક
દ્વારા પોલીસને મળતા લાભો જેલ કર્મચારીને
આપવામાં આવતા નથી. બેંક દ્વારા જણાવવામાં
આવે છે કે, આ લાભો ફક્ત પોલીસને જ
મળવા પાત્ર થાય છે. તો માત્ર જેલ કર્મચારી
સાથે જ આવો ભેદભાવ કેમ ? ફિક્સ પે ના
કર્મચારીઓના રજા પગારમાં રૂ.150 / - ની
જગ્યા પર રૂ. 650 કરવામાં આવ્યો છે. તથા 4
વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ.
જે પરીપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો
ઉલ્લેખ કરવામાં આવેલ નથી. જેમાં ઉલ્લેખ
કરવામાં આવે સહિતની વિવિધ માગણીઓ
લઈ જૂનાગઢ જેલ કર્મચારીઓએ કલેક્ટરને
આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.
તેમજ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો માસ
સી.એલ. પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ