અધધધ, નવ લાખ પંદર હજાર પૂરા 

  ૧૦૮ ની પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડતી હલધરવાસ ૧૦૮ ટીમ

*તારીખ 26/09/2022 વહેલી સવારે 06:05 સમયે હલધરવાસ108 🚑એમ્બ્યુલન્સ ને આંબા હોટેલ ચાંદીયેલ,સર્વિસ રોડ એકસીડન્ટ નો કેસ મળ્યો હતો. હલધરવાસ 108 પર🚑હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ ઈમ્તિયાઝ સૈયદભાઈ તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ત્યાં જતાં માલુમ પડ્યું કે દર્દી એકટીવા પર કાબુ ગુમાવતા પડી ગયા હતા,તેમને માથામાં ઇજા થઇ હતી, ચક્કર આવતા હતા, સ્થળ ઉપર જઈને દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સ માં લીધા હતા અને દર્દીએ ઇશારાથી જણાવ્યા મુજબ ચેક કરતા એમની એક્ટિવામાં 🚑 પૈસા ભરેલી થેલી છે,જે ૧૦૮ ટીમ ને મળી હતી, પ્રથમ તો દર્દી ને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં લઇ અમારા ઉપલા અધિકારી ની સલાહ લઈને જરુરી તાત્કાલિક સારવાર આપી ને ઓઢવ અમદાવાદ ની CUH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. અને એમની થેલી માં એમા અંકે રૂપિયા નવ લાખ પંદર હજાર રૂપિયા રોકડા હતા અને એક સ્માર્ટ ફોન આશરે દસ હજાર ની કિંમતનો હતો. બધી વસ્તુ સાચવી ને તેમના દીકરા જયેશભાઇ ને હોસ્પીટલ સ્ટાફ ની હાજરી માં જ પરત કરેલ છે. 

આં રીતે ૧૦૮ જીવ બચાવવાની સાથે સાથે પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.આવી ઉમદા; ઉત્કર્ષ ; પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ ૧૦૮ ની ટીમે બજાવી તે બદલ હોસ્પિટલના હાજર ડોક્ટર તથા સ્ટાફે ગુજરાત ની જીવાદોરી સમાન 108🚑એમ્બ્યુલન્સ સેવા નો ખુબજ આભાર માનીયો અને હલધરવાસ 108🚑એમ્બ્યુલન્સ સ્ટાફ ઈમટી પાઈલોટ કેશરીસિંહ ઝાલા તથા ઈમ્તિયાઝ સૈયદભાઈ નો પણ ખુબ ખુબ આભાર માની ને એમની આં કામગીરી ને બિરદાવી હતી.🙏*દર્દી ના પુત્ર શ્રી એ 108 ની ટીમ પગે પડી આભાર માન્યો છે, હરહર મહાદેવ