કોઈપણ શહેર કે ગામડામાં અમુક વેપારીઓ દ્વારા ગ્રાહકોને ડુપ્લીકેટ માલ અને એમઆરપી કે પછી મેન્યુફેક્ચરિંગ ડેટ વગરનો માલ આપી દેતા હોય છે. જેના કારણે વેપારી અને ગ્રાહક વચ્ચે વાદવિવાદ પણ સર્જાતા હોય છે. એવો જ એક કિસ્સો યાત્રાધામ અંબાજીમાં બન્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અંબાજીમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલા એશિયન પેન્ટના ડીલર દ્વારા ગ્રાહકને એમઆરપી વગર અને મેન્યુફેક્ચરિંગ ડેટ વગરનો એશિયન પેન્ટનો કલરનો ડબ્બો આપતા ગ્રાહક અને વ્યાપારી વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. ત્યારે ગ્રાહકે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો અંબાજી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જે.પી સોલંકી ( ગ્રાહકે ) જણાવ્યું હતું કે, ચાર માસ અગાઉ ઘરકામ માટે અંબાજીમાં કૃષ્ણ કોમ્પ્લેક્ષમાં એશિયન પેન્ટના ડીલર જોડે કલરના ડબ્બાઓ લીધા હતા. ત્યારે ત્રણ-ચાર ડબ્બાઓ તો સારા અને એમઆરપી અને મેન્યુફેક્ચરિંગ ડેટ વાળા કમ્પલેટ આવ્યા હતા. ત્યારબાદ છેલ્લે ચાર કિલોનો એક એશિયન પેન્ટનો કલરનો ડબ્બો મંગાવતા વેપારી દ્વારા એશિયન પેન્ટના ડબ્બા પર કોઈપણ જાતની એમઆરપી કે પછી મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલું ડબ્બો ગ્રાહકના ઘરે મોકલી દીધો હતો.

ત્યારે ઘરના કામ માટે આવેલા કામદારે કલરના ડબ્બાને વાપરી દેતા છેલ્લા ઘડીએ ગ્રાહકને ખબર પડતા કે એના ઉપર કોઈપણ જાતની એમઆરપી કે પછી મેન્યુફેક્ચર ડેટ લખેલી નથી. ત્યારે ગ્રાહકે એશિયન પેન્ટના ડીલરને ફોન કરતા આ બાબતે જાણ કરતા એશિયન પેન્ટના ડીલર અને ગ્રાહક વચ્ચે વાદવિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ગ્રાહકે પોતાની હક માટે અંબાજી પોલીસ સ્ટેશનમાં એશિયન પેન્ટના ડીલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.