અંબાજીની અખંડ જ્યોત પ્રજવલિત કરાઈ, માથે ગરબી લઈ ગોરીઓની મેદાનમાં ગરબાની રમઝટ, ભાજપના નેતાઓ પણ સામેલ થયા
દેશભરમાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે ગાંધીનગરનાં સેક્ટર - 11 એલઆઈસી કચેરીની સામેના ત્રણ લાખ ચોરસ ફૂટના ડસ્ટ ફ્રી વિશાળ ગ્રાઉન્ડમાં નવલી નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે અંબાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને માં આધ્યાશક્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ જામ ખંભાળીયાના ગ્રુપ દ્વારા આગવી શૈલીમાં માતાજીની આરતી કરીને ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અહી આબેહૂબ ગામડાનું નિર્માણ કરાયું છે. ચાંકડા, માટલા, ગરબા સહિતની ચીજો રાખીને ગામડાંનો માહોલ ઉભો કરાયો છે. ભાજપના નેતાઓ પણ સામેલ થયા હતા