એન્કર :- નાની ઉમરમાં 12 જેટલા ગુના ને અંજામ આપી ચૂક્યો છે અને અનેક જિલ્લાની પોલીસ તેને શોધી રહી હતી, ત્યારે મોરબીમાં 1 કરોડ અને 19 લાખની લૂંટને અંજામ આપનાર આ સાતીર ગુનેગારને રાજકોટ SOG એ પકડી પડ્યો છે,
વિઓ :- થોડા દિવસ પહેલા રાજકોટના જસદણમાં એક મારામારી નો ગુનો નોંધાયો હતો અને રાજકોટ પોલીસ જસદણ પોલીસ મારામારી કરનાર આ આરોપીને શોધી રહી હતી ત્યારે રાજકોટ SOG એ ગઢડીયા ચોકડી પાસે થી આરોપી ને પકડી પાડ્યો અને તેની સાથે 3 થી 4 જિલ્લામાં 12 જેટલા ગુના કરીને મોરબી અને જસદણના ગુનામાં નાસ્તો ફરતા આરોપી હાથ લાગ્યો હતો, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મદુરિયા ને પકડી લીધો હતો અને સાથે સાથે અનેક રાજ ઉકેલાયા હતા, જેમાં ખાસ તો થોડા સમય પહેલા મોરબીમાં એક મોટી લુંટ થઈ જેનો ભેદ ઉકેલાયો છે, કોણ છે રાજકોટ SOG એ જસદણમાંથી પકડાયેલ વિનોદ ઉર્ફે દેવો ,દેવરાજ ખેંગાર મદુરિયા મૂળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામનો છે, દેવો એક સાતીર ગુનેગાર છે, તે કોઈ કામ ધંધો કરતો નથી અને પૈસા માટે લુંટ તેનો મુખ્ય ધંધો હોવાનું લાગી રહ્યું છે,લુંટ કરવી લોકોને ધાક ધમકી થી પૈસા પડાવવામાં તે માહિર છે, વિનોદ ઉર્ફે દેવા ઉપર અલગ અલગ જિલ્લામાં 1 – 2 નહીં પરંતુ પૂરે પૂરા 12 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને જેમાં મોરબીમાં થયેલ મોટી લુંટ પણ સામેલ છે, આ દેવા એ મોરબીમાં 1 કરોડ અને 19 લાખ રૂપિયાની લુંટ ચલાવી હતી અને આ ગુનામાં નાસ્તો ફરતો હતો, અને રાજકોટ પોલીસ તેને જેલ ભેગો કરેલ છે
જસદણના ગુનામાં વોન્ટેડ હતો, વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મનદુરિયા એક સાતીર ગુનેગાર છે, દેવો કોઈ કામ ધંધોતો કરતો નથી ગુના કરવા તેની આદત છે, અત્યાર સુધીમાં વિવધ જિલ્લા અને શહેરોમાં મારામારી, લૂટ, દેવાનું ગુનાનું લિસ્ટ બહુ લાંબુ છે, તેની ઉપર અત્યાર સુધીમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને દરેક જિલ્લાની પોલીસ આ સાતીર ગુનેગાર ને શોધતી હતી, રાજકોટ SOGએ આ ગુનેગારને પકડી ને જેલમાં નાખતા જ ગુનાખોરીની દુનિયામાં હાલ તો શાંતિ છવાઈ ગઈ છે.....