કચ્છ જિલ્લાના ૯૬૪ ગામો પૈકી લમ્પીથી અસરગ્રસ્ત  ૫૪૮ ગામોમાં ૧૬૪૯૮૧ પશુઓને રસીકરણ કરાયુ છે અને  કુલ ૪૩૭૩૧ પશુઓને સારવાર અપાઇ છે. જિલ્લાની ૧૦૨ પાંજરાપોળ, ગૌશાળામાં ૫૩૦૭ અસરગ્રસ્ત તમામને સારવાર રસીકરણ કરાયેલ છે. ૨૬ આઈસોલેશન સેન્ટરમાં ૭૫૪ પશુઓ સારવાર લઈ રહ્યા છે.  ૭૨ ટીમના કુલ ૧૦૩ નિષ્ણાંતો  સારવારની કામગીરીમાં  સક્રિય છે એમ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય  વર્માએ જણાવ્યું હતું.

લમ્પીથી અસરગ્રસ્ત કુલ ૩૭૦૪૧ પશુમાંથી ૧૦૧૦ પશુના મરણ થયા છે. અબડાસા,લખપત, ભુજ ભચાઉ ,માંડવી, મુંદરામાં પશુઓ વધુ અસર પામેલ તેમની સાથે અન્ય તાલુકામાં લમ્પીથી અસરગ્રસ્ત પશુઓને રસીકરણ અને સારવાર  કરાઈ છે તેમજ આગામી સમયમાં વધુ લોકસહયોગ અને જનજાગૃતિના અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે.જિલ્લાની ૧૦૨ પાંજરાપોળ, ગૌશાળામાં ૮૨૬૮૯ પશુધન છે  તેમાંથી કુલ ૩૫૫૯૮ પશુનું રસીકરણ કરાએલ છે. ૫૮ GVKની એમ્બ્યુલન્સ ફિલ્ડ્માં કામ કરી રહી છે. 

મૃત્યુ પામેલ અને રખડતા રોગગ્રસ્ત પશુઓના દેહ નિકાલ માટે  ગ્રામપંચાયતોને  જવાબદારી સોંપવામાં આવી છે. રખડતા પશુઓના જવાબદાર માલિકોને  રૂ. ૧ હજારનો દંડ કરવામાં આવશે. મળેલા આંકડાની વિગતો ચકાસાવામાં આવે છે તેમજ રોગના અગમચેતીથી અમલમાં લેવાના પગલાં ભરવા અંગે  લોકોમાં આ બાબતે વધુ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.  પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ૨૪x૭ રસીકરણ કરવામાં આવશે . અસરગ્રસ્ત પશુઓના આહાર-વિહાર રહેઠાણની સ્વચ્છતા પર વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે  તેમજ દૈનિક મુલાકાતો અને નિરીક્ષણ અને જરૂરી ફેરફારના આયોજન ટેકનોલોજી દ્વારા વધુ કરવામાં આવશે. રાજ્ય સરકારની રાહબરી હેઠળ લમ્પી રોગ નિયંત્રણની સઘન કામગીરી જીલ્લામાં ચાલી રહી છે