નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરએ કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામુ
કોંગ્રેસ યુવા નેતાએ પક્ષમા અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામાની જાહેરાત કરી
આગામી સમયમા ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ઇડરિયો ગઢ જીતવા કોંગ્રેસ અને ભાજપ દ્વારા અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઈડર શહેર નગરપાલિકાના કોર્પોરેટર વિનોદ પરમારે કૉંગ્રેસ પક્ષમાથી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.
વિનોદભાઈ પરમારે જન્માષ્ટમીના દિવસે પ્રદેશ પ્રમુખને રાજીનામુ ઈમેલ કર્યુ હતું અને શનિવારે રાજીનામુ પોસ્ટ કર્યું હોવાનું વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું તો વધુમાં જણાવ્યું હતું કે અગામી દિવસમાં કોર્પોરેટર પદેથી પણ રાજીનામુ આપીશે તો આગામી સમયમાં ક્યા પક્ષમાં જોડાશો તેના સામે જવાબમાં હજી નક્કી નથી કર્યું તો એવું પણ જણાવ્યું હતું કે અગામી દિવસમાં કોંગ્રેસમાંથી હોદ્દેદારો પણ રાજીનામુ આપી શકે છે પણ કોણ આપશે તે વિષે કઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો તો કોંગ્રેસમાં કોઈ હોદ્દો નથી આપતા અને કાર્યકર્તાઓની અવગણના થાય છે માટે કોંગ્રેસ છોડી રહ્યો છુ.
હમણાં સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસમા સતત ગાબડા પડી રહ્યા છે પક્ષમા સતત અવગણના થઈ રહી હોવાના આક્ષેપ સાથે જુના જોગી પક્ષ છોડી અન્ય પક્ષમા જોડાઈ રહ્યા છે જેમા ઈડરના કદાવર નેતા ઘણા વર્ષોથી કૉંગ્રેસ પક્ષમા જોડાઈ પાર્ટીના નાના કાર્યકરથી લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કક્ષાના પદ સુધીની નેતાગીરી કરનાર ઇડર નગરપાલિકામાં સતત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને ઇડર શહેર તાલુકામા કોંગ્રેસને શિખરે પહોચાડવામાં પોતાનો મહત્તમ ફાળો આપનાર વિનોદભાઈ પરમારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કરતા સમગ્ર જિલ્લાનુ રાજકારણ ગરમાયુ છે.ત્યારે વિધાનસભા ચૂંટણી યોજવામા હવે થોડોક જ સમય છે અને ઈડર નગરપાલિકાની ચૂંટણી પણ નજીકના ભવિષ્યમાં યોજાનાર છે તેવામા એસ.સી સમાજના અગ્રણી અને લોકપ્રિય નેતાએ કોંગ્રેસ પક્ષ છોડતા કૉંગ્રેસ માટે આવનારી ચૂંટણી પડકાર રૂપ સાબિત થાય તેમા કોઈ નવાઈની વાત નથી તો વિનોદ પરમારે કૉંગ્રેસ પક્ષને અલવિદ કરી છે અને પક્ષ છોડ્યો છે પણ રાજકારણ નહીં આગામી જીવન નવી વિચારધારા સાથે લોકસેવા માટે રાજકારણને સમર્પિત છે એવું વિનોદ પરમારે જણાવ્યું