રાજકોટ ગ્રામ્ય એલ સી બી જેતપુરના અમરનગર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી એ જેતપુરના અમરનગર રોડ પર આવેલ રીધ્ધી હાઇટ્સ પાસે રેડ કરી બે ઇસમોને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૨ બોટલ મળી રૂ. ૫૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી. આઈ. વી. વી. ઓડેદરા સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન પોલીસ. હેડ.કોન્સ શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ કૌશીકભાઇ જોષી ને મળેલ બાતમીના આધારે જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ રીધ્ધી હાઇટ્સમાં દરોડો પાડી હિતેશ રમેશભાઈ ચૌહાણ અને ગજેન્દ્રભાઇ ઉર્ફ ગજુભાઇ ડાયાભાઇ બઢ ( રહે બંને જેતપુર અમર નગર રોડ રીધ્ધી હાઇટ્સ ) ને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ ૬૨ બોટલ રૂ. ૧૮,૬૦૦, ૨- મોબાઇલ રૂ. ૩૫૦૦૦ મળી કુલ રૂ. ૫૩,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી