જેતપુર અમરનગર રોડ પર આવેલા શ્રદ્ધા પાર્ક ના રહીશોનો નગરપાલિકા તેમજ મામલતદાર ખાતે નોંધાવ્યો વિરોધ
પાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે સોસાયટીના લોકોનો વિરોધ
જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા અાપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપવા માગણી કરી છે.
આજે જેતપુરના અમરનગર રોડ નજીક આવેલ શ્રદ્ધા સોસાયટી નાં રહીશોએ રોડ,દબાણ,ગટર સહિતનાં પ્રશ્નોને લઈને વિરોધ નોંધાયો હતો તેમ જ સૂત્રોચાર પણ કર્યા હતા
અહીંની સોસાયટી માં આવારા તત્વો દ્વારા ગેર કાયદેસર રીતે ખુલ્લી ગટર ઉપર પેશકદમી તેમજ મુખ્ય રોડ બંધ કરવાની કર્યવહી કરતા નગરપાલિકા હાય હાય તેમજ ભાજપ હાય,હાય,ભૂ માફિયા હાય હાય નાં નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
જેતપુર અમરનગર રોડ પર આવેલા શ્રદ્ધા પાર્ક ના રહીશોનો નગરપાલિકામાં હોબાળો
રાત્રીના સમયે સ્થાનિક લોકોએ સૂત્રોચાર સાથે નગરપાલિકામાં રોષ પૂર્ણ હોબાળો.
અજાણ્યા ઇસમો દ્વારા રોડ ઉપર દીવાલ તેમજ ગટર ઉપર દબાણ કરતા રહીશો આકરા પાણીએ.
એક તરફ જેતપુર ઉદ્યોગ નગરી કહેવાય છે, પરંતુ જેતપુરની હાલત ગામડાથી પણ ખરાબ છે. કારણ કે, અનેક વિસ્તારમાં બિસ્માર રોડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા સમયથી અનેક વિસ્તારની સોસાયટીનાં રહીશો નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવા અનેક વાર આક્ષેપો લાગી રહ્યા છે જેમાં આજે જેતપુરના અમરનગર રોડ નજીક આવેલ શ્રદ્ધા સોસાયટી નાં રહીશો રાત્રીના સમયે વિફર્યા હતા કારણ એક જ હતું કે.અહીંની સોસાયટી માં આવારા તત્વો દ્વારા ગેર કાયદેસર રીતે ખુલ્લી ગટર ઉપર પેશકદમી તેમજ મુખ્ય રોડ બંધ કરવાની કામ ચાલુ કરવામાં આવતા રાત્રીના સમયે નગરપાલિકા હાય હાય નાં નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
જેતપુરમાં અમરનગર રોડ નજીક આવેલ શ્રદ્ધા સોસાયટી માં રહેતા રહીશોએ બે દિવસ પહેલા રાત્રીના સમયે નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો પરંતુ નગરપાલિકામાં શનિવાર ના કારણે રજા હોય જેના કારણે લોકોને સાંભળવા માટે અધિકારીઓ કે સતાધીશોને ટાઈમ ના હોય જેથી આખરે નગરપાલિકાના સુધરાઇ સભ્ય સોમવાર સુધીની સમજાવટ કરવામાં આવીને મામલો શાંત પાડ્યો હતો
આવારા તત્વો દ્વારા શ્રદ્ધા સોસાયટી માં નગરપાલિકા ની શની અને રવિવારની રજા હોવાને કારણે તેનો લાભ મેળવી સાંજના સમયે સોસાયટીનાં રોડ ઉપર દીવાલ ચણવા માટે માલ સામાન નખાતા આવારા તત્વો દ્વારા સોસાયટી નાં રહીશોને ધમકી આપતા રોષ ફેલાયો હતો જેના પગલે પહેલા સોસાયટી નાં સ્થાનિકોનું ટોળું જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં માટે ઘસી આવ્યા હતા જ્યાં પોલીસ દ્વારા સમજાવટ તેમજ આવારા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી માટેનું આશ્વાસન આપતાં ત્યાંથી સ્થાનિકો જેતપુર નગર પાલિકાનાં ખાતે પહોંચી રાત્રીના સમયે હોબાળો મચાવ્યો હતો જેથી લોકોએ પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ફોન કરતાં એક પણ અધિકારીઓ કે સતાધીશો નાં આવતા રજૂઆત કરવા માટે આવેલ સોસાયટી નાં રહીશોમાં રોષ ફેલાયો હતો જેથી નગર પાલિકા નાં પરિસરમાં સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોએ નગર પાલિકા હાય હાય નાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો સાથે ધરણાં ની ચીમકી ઉચ્ચારતા નગર પાલિકાનાં સતાધીશો ને પ્રેશર આવતા તે વિસ્તારના નગર પાલિકાનાં સુધરાઇ સભ્ય દોડી
જ્યારે આજે નગરપાલિકા ખુલતા શ્રદ્ધા સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે પહોંચી વિરોધ નોંધાયો હતો જેમાં સોસાયટીના રહેશો ના આક્ષેપ પ્રમાણે સોસાયટીમાં આવારા તત્વો દ્વારા ગેર કાયદેસર રીતે ગટર ઉપર પેશકદમી તેમજ મુખ્ય રોડ ઉપર દીવાલ ચણવા બાબતે લેખિત તેમજ મોખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા નાં નિર્ભર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ નાં હોઈ જેથી જેતપુર નગર પાલિકાનાં ખાતે પહોંચી વિરોધ નોધાવી સૂત્રોસર કરી જેતપુર નગર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જેતપુરના મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યો હતો લોકોએ અનેક પ્રકારના વ્યંગ વાક્ય સાથે નગર પાલિકાનાં ભ્રષ્ટાચાર તેમજ રોડ,રસ્તા બાબતે તંત્ર અને સતાધીશો સામે આક્ષેપો કર્યા હતા