આસો સુદ એકમ થી નોમ સુધીમાં નવદુર્ગાની ભક્તિ પૂજા અર્ચના આરાધના કરવા માટેનું મહાપર્વ એટલે “નવરાત્રી'. નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવવા લાયન્સ કલબ અને ગણપુલે મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહાપર્વ ઉજવવા સિહોર થનગની રહ્યાંછે મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે' કે ;રમે અંબે મા ચાચરનાં ચોકમાં રે લોલ' આવા પરંપરાગત ગરબાને જીવંત રાખવા સતત પ્રયાસ ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે સિહોર લાયન્સ કલબ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી સંસ્થા છે તેમજ ગણપુલે મહિલા મંડળ સિહોરની મહિલાઓ માટે કામ કરતી સંસ્થા છે અને છે શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને કુશળ. નેતૃત્વના ગુણો વિકાસવવામાં ખ્યાતનામ છે સાથે-સાથે મહિલાઓ બહેનોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ધાર્મિક ઉત્સવ સ્વરૂપ “મા નવદુર્ગાના' પ્રાચીન રાસ ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષમાં શ્રેષઠ આયોજન કરી સંસ્કૃતિ પ્રેમ, દેશપ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજરોપણ કરી રહ્યુ છે, ગરબે ઘુમતી, રૂમઝૂમ કરતી, ઝાંઝર ઝમકાવતી, દિવડા પ્રગટાવતી અને મા નવદુર્માના શકિતસ્વરૂપનાં ગુણલાં ગાતી મહિલાઓ બહેનો માટે સંપૂર્ણ મર્યાદા સાથે મા ની ભકિતમાં અને સુમધુર સંગીતના તાલે તાલ મિલાવી. - ભારતીય ભાતીગળ વેશભૂષામાં સજજ બની મંચસ્થ થઈ મા આધશકિતની સ્તુતિ, આરતી, વંદના અને મા અંબા જગદંબાના ગુણગાન ગાવા માટે માના વિવિધ રૂપ, ગુણ, સૌદર્ય અને મા ના પરાક્રમોના પ્રશંસાત્મક પ્રાચીન ગરબા વડે સૂમધુર સંગીતના સથવારે - તાલબદ્ધ વૈવિધ્ય સભર કૃતિઓ પીરસરો ત્યારે નવલાં નવરાતની દરેક રાતમાં આધ શકિતને રીઝવવાનું અનોખું પર્વ બની રહેશે. જેને નિહાળવું, અનુભવવું, માણવું એ પણ એક અમૂલ્ય લ્હાવો હશે મહોત્સવ ભાગ લેવા બહેનોએ ઇલાબેન જાની, અને પન્નાબેન મહેતાનો સંપર્ક કરવા જણાવાયું છે