પ્રમુખ સ્વામી ફિઝીયોથેરાપી સેન્ટર મહુધા કેળવણી મંડળ કોલેજ કેમ્પસ મહુધા ખાતે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી, ચારૂસેટ હોસ્પિટલ અને મહુધા કેળવણી મંડળ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

આ કેમ્પમાં ફિજિયોથેરાપી ની વિવિદ્ય સારવાર આંખોની તપાસ અને વૃદ્ધા અવસ્થા કેમ્પ તેમજ જનરલ તપાસ ના શરદી, ખાંસી, તાવ ડાયાબીટીસ, બ્લડપ્રેશર ફેસાંને લગતા રોગોની તપાસના અન્ય રોગોના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. અને કેમ્પમાં આવનાર દર્દીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી. તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને ચેક કરી યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી.મહુધા કેળવણી મંડળનાં સેક્રેટરી મહેશભાઈ.પી.પટેલ તેમજ કર્મચારી સહિત ઉપસ્થિત રહ્યાં હતાં આ મેડિકલ કેમ્પનો 300 થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.