નવરાત્રી પર્વે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં યજ્ઞ પ્રારંભ

શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વ સાથે આયોજન શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિનું આપણાં શાસ્ત્રોમાં મહત્વ રહેલું છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શકિત આરાધના અને સર્વ જગત મંગળ કામના હેતુ યજ્ઞ પ્રારંભ થયેલ છે.શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વ સાથે આશ્રમ પરિવાર દ્વારા આ યજ્ઞમાં શાસ્ત્રી શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા આહૂતિ અર્પણ થઈ રહી છે.