કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 73.33 કરોડના ખર્ચે બનેલા ભાડજ સર્કલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.આ અંતર્ગત આજે અમિત શાહે ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.