આઇફોન મોડલ્સના ઉત્પાદનની વાત કરીએ તો એપલે હવે ચીન છોડીને ભારત આવવાની યોજના બનાવી છે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2022ના અંત સુધીમાં એપલ ભારતમાં લેટેસ્ટ iPhone 14નું 5 ટકા ઉત્પાદન કરી શકે છે. આટલું જ નહીં, 2025 સુધીમાં કંપનીનું લક્ષ્ય છે કે એપલ તેના આઇફોનનું 25 ટકા ઉત્પાદન ભારતમાં શરૂ કરી શકે.

સરકાર ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે અને આ માટે ભારતે ફોક્સકોન અને વિસ્ટ્રોન જેવી મોટી કંપનીઓને સબસિડી પણ ઓફર કરી છે.

ચીન પછી ભારત જ નહીંઆ દેશમાં પણ ઉત્પાદન થશે

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિયેતનામમાં પણ Apple 20 ટકા આઈપેડ અને Apple વોચ અને 65 ટકા એરપોડ્સનું ઉત્પાદન કરશે.

સેમસંગે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે માન્યતા આપ્યા બાદ ભારતમાં તેની સૌથી મોટી ફેક્ટરી સ્થાપી છે. તે જ સમયે, ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા Xiaomi, Vivo, Oppo અને OnePlus જેવી કંપનીઓ પણ ભારતમાં સ્થાનિક રીતે તેમના ઘણા હેન્ડસેટને એસેમ્બલ કરી રહી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતમાં આઈફોન પ્રોડક્શનને લઈને એપલ તરફથી અત્યાર સુધી કોઈ ઓફિશિયલ માહિતી આવી નથી. આવી સ્થિતિમાં ભારતમાં આઈફોનનું ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકે તે સ્પષ્ટ નથી.

iPhone અને Tata Group વચ્ચે શું જોડાણ છે?

થોડા સમય પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં આઈફોન મેન્યુફેક્ચરિંગને લઈને કહેવામાં આવ્યું હતું કે ટાટા ગ્રુપ વિસ્ટ્રોન કોર્પ સાથે મળીને પ્રોડ્યુસ કરશે.