સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ"- મેરેથોન દોડ યોજાઇ હતી.
ગુજરાતના વિકાસશીલ કાયૉ ને રોલ મોડેલ બનાવનાર વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 72 જન્મદિવસ નિમિત્તે "સેવા સપ્તાહ" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ઓલપાડ દ્વારા "રન ફોર ડેવલપમેન્ટ"- મેરેથોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોન દોડ ઓલપાડ ખુટાઈ માતાજી ના મંદિર થી ઓલપાડ તાલુકા સેવા સદન સુધી યોજાઈ હતી આ મેરેથોન દોડ માં મહારાષ્ટ્રના પ્રવાસી ધારાસભ્ય સંજય કેલકર ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ યુવા મોરચા પ્રમુખ મિતેષ પટેલ, ઉપપ્રમુખ રિતેશ પટેલ , દીપેશ પટેલ , નરેન્દ્ર પટેલ , સુરેશ ગુપ્તા સહિત આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.