ભારત દેશમાં ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત થતાં સ્થિતિને કાબૂમાં લેવાના પ્રત્યનો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ યોજી માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પી વાયરસ દેખાયો છે. આ વાયરસના ભરડામાં અત્યારે સુધી 1431 પશુઓ મોતને ભેટયા છે. ગુજરાતમાં 54161 પશુઓમાં લમ્પી વાયરસે દેખાડો દીધો છે. રાજ્યમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશન થયુ છે જ્યારે સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ ગ્રસ્ત થતાં પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે. આવતા ગુરુવારે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે. જ્યાં અધિકારીઑ સાથે બેઠક કરી લમ્પી વાયરસને રોકવા માટેના જરૂરી દિશાનિર્દેશ આપશે.રાજ્યમાં રોગને નાબૂત કરવા માટે સરકાર દ્વારા પશુપાલકોને તાત્કાલિક સારવાર, અસરગ્રસ્તને, અન્ય માહિતી માટે ફ્રી 1962 હેલ્પલાઇન શરૂ કરી તેમાં 8 દિવસમાં 21026 જેટલા દરજજો 2100થી વધુ કોલ મળી રહ્યા છે.14 જિલ્લાઓમાં પશુઓની હેરફેર અને મેળા માટે પ્રતિબંધ કરતું 26 જુલાઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વેક્સિન માટેના 7 લાખ ડોઝ ઉપલબ્ધ છે
332 આઉટ સોર્સિંગ ડોક્ટર ફરજ બજાવી રહ્યાં છે
પશુ ડોક્ટરને મોબાઇળ વાન ઉપલબ્ધ કરાવવામાં આવી છે
ગુરૂવારે કૃષિંત્રી કચ્છ જિલ્લાની મુલાકાત કરશે
14 જિલ્લામાં પશુ હેરફેર અને પશુ મેળા પ્રતિબંધ લગાવ્યો
1962 ટોલ ફ્રી નંબર પર પ્રતિદિન 2 હજાર કરતા વધુ કોલ આવે છે
દૂધ ઉત્પાદક સંઘો અને સેવાકીય સંસ્થાઓ પણ મદદ કરી રહ્યાં છે
એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે
કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના
ટાસ્ક ફોર્સ પાંચ સભ્યની નિમણૂંક કરવામાં આવી છેલમ્પી વાયરસે કહેર વર્તાવતા હવે દૂધ ઉપયોગમાં લેવાય કે નહીં તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા પશુના દૂધનો ઉપયોગ કરવાથી મનુષ્યમાં લમ્પી વાયરસ ફેલાતો નથી. જોકે દૂધ ઉકાળીને જ ઉપયોગમાં લેવું જોઇએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે આપણા ત્યાં બે પ્રકારના દૂધ આવતા હોય છે એક પ્લાસ્ટિકના પાઉચમાં પેક્ડ દૂધ. અને બીજુ પશુપાલકો પાસેથી સીધું ખરીદેલું દૂધ. ડેરીનું દૂધ પેશ્ચુરાઈઝષડ હોય છે. જેથી તેમાં જીવાણુ નાશ પામે છે. પણ છૂટક ખરીદેલું દૂધ સીધું ન પીવું જોઈએ. જેને ફરજિયાત દૂધને ગરમ કરવું અને ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.