પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી ગજેંદ્રસિંહ પરમાર તથા કીર્તિસિંહ વાઘેલા, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ આનાવાડીયા મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લા, વિકાસ કમિશનરશ્રી સંદીપ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા