નાસતા ફરતા આરોપી મોહમંદ શોએબ
અબ્દુલ રશીદ અન્સારી, રહે.૩૩/૧૫, વોરાની ચાલી, ઇદગાહ બ્રીજ નીચે, માધુપુરા,
અમદાવાદ શહેરને નરોડા-દહેગામ રોડ ડી માર્ટ સામે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે.
માધુપુરા પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૦૨૨૦૫૮૨/૨૨ ધી ઇ.પી.કો.
કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૨૯૪(બી) ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ. કલમ
૧૩૫(૧) મુજબના કામે ગઇ તા.૧૮/૦૯/૨૦૨૨ના બપોરના સાડા બારેક વાગ્યાના
અરસામાં ઇદગાહ સર્કલ ઇદગાહ ટી સ્ટોલ સામે જાહેર રોડ પર ફરીયાદીશ્રી જાવેદખાન
ઐયુબખાન પઠાણ તથા તેના પિતાજી ઐયુબખાન પઠાણની સાથે આ કામના આરોપીએ ચારેક
વર્ષ પહેલાં થયેલ ઝગડાની અદાવત રાખી આરોપીઓ એક સંપ થઇ ફરીયાદી તથા ફરીયાદી
ના પિતાને લોખંડ ની પાઇપ વડે માથામા જીવલેણ ઇજા કરી, તેમજ શરીરે મુઢ માર મારી
આરોપીઓ નાસી જઇ ગુનો કર્યા બાબતે ફરીયાદીશ્રીએ ફરીયાદ આપતાં ઉપરોક્ત નંબરથી
માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
ગુન્હાના કામમાં અગાઉ નિશાર યામીનભાઇ શેખ તથા મુસ્તુફા ઉર્ફે મોન્ટુ
નિસારભાઇ શેખ પકડાઇ ગયેલ છે. ઉપરોકત આરોપી આ ગુન્હામાં નસતો ફરતો રહેલ હોય.
આરોપીને વધુ તપાસ અર્થે માધુપુરા પો. સ્ટે. સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
ગુન્હાહિત ઇતિહાસ:
આરોપી મોહમંદ શોએબ અબ્દુલ રશીદ અન્સારી અગાઉ માધુપુરા પો.સ્ટે.માં સને
૨૦૧૫ ની સાલમાં રાયોટીંગના ગુન્હામાં પકડાયેલ છે.