હારીજ કૃષ્ણધામ ગૌશાળાના પ્રમુખ તેમજ ગૌરક્ષકો સાથે આજે હારીજ મામલતદાર ને ગૌશાળા ની ચાવી આપવાની સાથે લેખિત રજુવાત કરવામાં આવેલ
સરકારશ્રીએ ગાયો માટે ૫૦૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી જાહેરાત કરેલ પરંતુ આ ગ્રાન્ટ ની હજુ સુધી કોઇ ફાળવણી ન થઇ હોઈ ગૌશાળાના સંચાલકો દ્વારા આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ જેમાં હારીજ કૃષ્ણ ધામ ગૌશાળા ના પ્રમુખ લાલજી મહારાજ મામલતદાર સાહેબ ને ગૌશાળાની ચાવી આપવા આવેલ મામલતદાર સાહેબ હાજર ના હોય ને લઇ નાયબ મામલતદારે ગૌશાળા ની ચાવી સ્વીકારેલ નહી ને લેખિત રજૂઆત સ્વીકારી આગળ મોકલાવીશુ તેમ જણાવી અશવાસન આપ્યું