મોરબી નજીક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડમોરબી નજીક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડ 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મોરબીમાં બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એટીએમ મશીન મૂકવામાં આવેલ છે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં બેન્કના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રિપુટીની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી 

મોરબીના બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને ગુરુવારની રાતે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નિવેદિતા સોસાયટીમાં રહેતા રાકેશભાઇ જમનાદાસભાઇ ગોંડલીયા જાતે પટેલ (૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, બેલા ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં એક્સિસ બેંકનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે તેને સીસીટીવી કેમેરમાં દેખાતા અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે રાજીવભાઇ બોટીરામ ભગત (૩૨) મેરાબદરાલી (પઠાણકોટ), સૂરજકુમાર સુખદેવરાજ ભગત (૨૩) અને હરપ્રીતસિંગ સુખદેવસિંગ કાહલોન (૨૬) રહે. બંને કલ્યાણપુર (ગુરદાસપુર-પંજાબ) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ટામી જેવા બે સળિયા અને એક બાઇકને પોલીસે કબજે કરેલ છે તેમજ આ આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છેછે