અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામાં ગુમથનાર અંગે શોધખોળ કરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા રૂરલ પોસ્ટેના પો.સબ , .ઇન્સ પી.એન.મોરી તથા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા હુમન સોર્સીસ આધારે સઘન તપાસ કરતા તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ગુમ જાણવા જોગ નં .૦૫ / ૨૦૨૨ મુજબના કામે ગુમ થનાર મહિલા પોતાના ધરેથી સાવરકુંડલા કોલેજ જવાનું કહિને નીકળયા બાદ પોતે પોતાની મેળે સાવરકુંડલા બસ સ્ટશેન ખાતેથી ફોન બંધ કરી નીકળી ગયેલ હોય જેઓને ગણતરીના દિવસોમાં વાપી શહેર ખાતેથી શોધી કાઢી તેને તેના માતા પીતાને સોંપી આપવાની કાર્યવાહી કરેલ છે , આ કામગીરી પી.એન.મોરી પો.સબ.ઇન્સ સાવરકુંડલા રૂરલની રાહબરી હેઠળ A.S.I. બી.ડી.નાંદવા તથા UHC જયેશભાઇ ગોવિંદભાઇ બગડા તથા PC ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા PC પ્રધ્યુમનસિંહ રણજીતસિંહ રાઠોડ તથા PC ચીરાગભાઇ ભગુભાઇ મેવાડા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.