સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખજેલી ગામના મૂળ વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા બે શખ્સો પગપાળા પોતાના વતન તરફ નવરાત્રિમાં જવારા વાવવાના પ્રસંગમાં આવી રહ્યા હતા. ત્યારે અરણેજ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બંનેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.બગોદરા પાસેના આણેજ ગામના પાટીયા પાસે બે પદયાત્રીના અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ અને ગંભીર ઇજા પહોંચાડતા ઘટનાસ્થળ ઉપર જ બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના ખજેલી ગામ ખાતે શોકનો માહોલ છવાયો છે. વઢવાણના ખજેલી ગામના મૂળ વતની છે અને હાલમાં પોતે આણંદ ખાતે રહે છે.નવરાત્રિ શરૂ થતી હોવાના કારણે માતાજીના મઢે જવારા રોપવાના હોવાના કારણે આ બંને યુવાનો પગપાળા આણંદ ગામ ખાતેથી આવી રહ્યા હતા. ત્યારે બગોદરા પાસે આવેલા અરણેજ ગામની પાસે અજાણ્યા વાહનના ચાલકે આ બંને પદયાત્રીને અડફેટે લીધા હતા. ત્યારે ગંભીર ઇજા સાથે ઘટનાસ્થળ ઉપર જ રણછોડભાઈ ઓગળભાઈ ચિહલા ( ઉંમર વર્ષ 77 ) તેમજ નાગજીભાઈ ભુરાભાઈ ચિહલા ( ઉંમર વર્ષ 55 ) આ બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.નાના એવા વઢવાણ તાલુકાના ખજેલી ગામ ખાતે ભારે અરેરાટી સર્જાવા પામી છે. જ્યારે નવરાત્રી પ્રસંગમાં જવારા રોપવાની કામગીરીમાં પણ વિઘ્ન સર્જાયું છે. હાલમાં બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. આગળની પોલીસ ફરિયાદ નોંધ અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ આદરવાની શરૂઆત કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHARUCH : 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ
#buletinindia #gujarat #bharuch
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગંજીપત્તાનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યાં
ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,...
બીપરજોય વાવાઝોડાની અસરોને ધ્યાને લઈ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા તાલુકાકક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરાયા.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બીપરજોય વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કાઠે...
ધેરહાજર "પ્રદિપ કોટડીયા" જુથના પીઠ રાજકીય આગેવાને કોંગ્રેસ નો હાથ છોડી દીધો
ધારી-૯૪ વિધાનસભા ના કોંગ્રેસના પીઠ આગેવાનો એ કોંગ્રેસ નો હાથ છોડી દીધો. પ્રદિપ કોટડીયા જુથના...