ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો દરિયાઇ વિસ્તારનાં ગામડાઓમાં કોમ્બીંગ
નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પી.આર.સરવૈયા એ.એસ.આઇ.,એલ.સી.બી. ભાવનગરનાઓને બાતમીરાહે
હકિકત મળેલ કે, ચેતન મનાભાઇ ભીલ રહે.પીથલપુર તા.તળાજા જી.ભાવનગરવાળો તેનાં કબ્જા ભોગવટાની ગ્રે કલરની
મારૂતિ કંપનીની સ્વીફટ કાર નંબર-GJ-04-CA 2447માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો
લાવીને તળાજા-ગોપનાથ રોડ ઉપર આવેલ પીથલપુર ગામના રામાપીરના મંદિર પાસે રોડ ઉપર હેરફેર કરવા માટે
ઉભો છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં કારમાંથી નંબર-૧ હાજર મળી આવેલ. આ કારમાંથી
નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જે અંગે નીચે મુજબનાં બને માણસો સામે
કાયદેસર કાર્યવાહી કરી દાઠા પો.સ્ટે.માં પ્રોહિ એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ
આરોપીઓ-
1. ચેતન મનાભાઇ ભીલ ઉં.વ.૨૫ ધંધો- મજુરી રહે.પ્લોટ વિસ્તાર,પીથલપુર તા.તળાજા જી.ભાવનગર
વસ્તુપાલસિંહ ઉર્ફે વસ્તો સહદેવસિંહ ગોહિલ રહે.નવાગામ તા.ઘોઘા જી.ભાવનગર (પકડવાનાં બાકી)