જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ,  તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.