SOGએ ચાંદખેડામાંથી ઈ સિગાર અને રીફલ સાથે બે આરોપીને ઝડપયા
ચાંદખેડામાંથી મોટા પ્રમાણમાં મળ્યો ઇ સિગારનો જથ્થો
ઇ સિગાર પર પ્રતિબંધ છતાં વેચાણ
થોડાક રૂપિયાના નફા માટે લોકોની જિંદગી સાથે ખીલવાડ
અમદાવાદમાં નશો કરનારા લોકો અલગ-અલગ પ્રકારે ગમે તેમ નશો કરી લેતા હોય છે તેમાં ખાસ કરીને હાલ હુક્કા અને ઈ સિગારનું ચલણ વધી રહ્યું છે. સમાન્ય રીતે જે વસ્તુ પર પ્રતિબંધ છે તેવી વસ્તુઓ અમદાવાદમાં પાનના ગલ્લાઓમાં સરળતાથી મળી જાય છે અને લોકો મોજ શોખ માટે કે એકબીજાની દેખાદેખીમાં આ પ્રકારનો નશો કરતા થઈ ગયા છે.