ગુનાની વિગત-*

          ગઇ તા.૦૯/૦૯/૨૨ ના કલાક ૧૪/૦૦ થી તા.૧૬/૯/૨૨ ના કલાક-૧૫/૦૦ વાગ્યા

દરમ્યાન રાજુલા, કુંભારવાડામાં આરોપીએ ફરિયાદીને પોતાનું ખોટું નામ આપી, પોતે સી.બી.આઇ. ઓફિસર હોવાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી, ફરિયાદીને વિશ્વાસમાં લઇ, સી.બી.આઇ. વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ.૭,૦૦૦/- પડાવી લઇ, ફરિયાદી સાથે ઠગાઇ તથા છેતરપીંડી કરી, ગુન્હો કરેલ હોય જે અંગે ઇરફાનભાઇ હેદરભાઇ મન્સુરી, રહે.રાજુલા નાઓએ ફરીયાદ આપતા,આરોપી રીશુ કુમાર યુગલ કિશોર પ્રસાદ રહે.હાલ રાજુલા વાળા વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦ ૮૩૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૧૭૦,૪૧૭,૪૧૯,૪૨૦ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ

 બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ., રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

             *ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા છેંતરપીંડીના ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજનાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ ઠગાઇ તથા છેંતરપીંડીના ગુનાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું.*

             જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગુન્હાની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ. તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ નાઓએ સદર ગુન્હાના આરોપીની શોધખોળ કરી,આરોપી મળી આવતા આરોપીના ઘરે ઝડતી તપાસ કરી,આરોપીના ઘરેથી વોકીટોકી સેટ-૦૧ તથા ખોટા આધાર કાર્ડ,નેમ પ્લેટ વિગેરે કબ્જે કરી આરોપીને હસ્તગત કરી,આગળની કાર્યવાહી કરેલ છે.

💫 *પકડાયેલ આરોપીની વિગત-*

(૧) રીશુ કુમાર યુગલ કિશોર પ્રસાદ હાલ રહે.રાજુલા, કુંભારવાડા, સ્ટુડીયો વાળા પંકજભાઇના ઘરે મૂળ રહે.રતનપુર થાના-ભગવાન બજાર જિ.છપરા રાજ્ય-બિહાર

 💫 *કબ્જે કરેલ મુદામાલ-*

વોકીટોકી સેટ-૦૧ તથા ખોટુ આધાર કાર્ડ,નેમ પ્લેટ કિ.રૂ.૦૦/૦૦

               *આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ* *અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી* *એ.એમ.દેસાઇ તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા દિનેશભાઇ દયાળભાઇ મકવાણા એ.એસ.આઇ તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા મિતેશભાઇ કનુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા ભરતસિંહ લાખાભાઇ ગોહીલ અનાર્મ પો.કોન્સનાઓ દ્વારા કરવામાં આવેલ છે.*

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.