ઠાસરા તાલુકાના બાધરપુર ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં ગત બુધવારની રાત્રે એક કાર ખાબકી હતી.પસાર થતી કારના ચાલકે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી કેનાલના પાણીમા ખાબકી હતી.જેમાં તુરંત રેસ્ક્યુ કરી કારમા સવાર એક વ્યક્તિને બચાવી લીધો હતો.ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ નહેરના પાણીમાં બંને વ્યક્તિઓની શોધખોળ સ્થાનિકોએ રાત્રે ભારે શોધખોળ કરી હતી બાધરપુરા કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી થઈ રહી હતી સાથે અમદાવાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી અને ત્રીજા દિવસે કાર ખાબકી તેના 8 મીટરના અંતરેથી કાર સાથે બને વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા હતા આસપાસ ઘટનાને લઈ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ઠાસરા પોલીસે કાર અને બંને મૃતદેહ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર: રિઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર ઠાસરા ડાકોર