વલસાડ શહેરને 40 ગામોને જોડતો મુખ્ય અંદર પાસ તાજેતરમાં આવેલી પૂર તથા ભારે વરસાડના કારણે બિસમાર થઈ ગયો છે સાથે અંદર પાસમાં મોટા ખાડા પડી જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોએ ભારે હાલાકી પડી રહી છે સ્થાનિકો દ્રારા વારંવાર વલસાડ નગર પાલિકા તથા ધારા સભ્યને રજુઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવાના કારણે સ્થાનિકો દ્રારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે 

અંદર પાસ બિસમાર થવાના કારણે અકસ્માતો સર્જાઈ રહયા છે 

અંદરપાસમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે 15 દિવસમાં 45 થી વધુ વાહન ચાલકોને અકસ્માત થવા પામ્યા છે સાથે વાહનોમાં પણ ભારે નુકસાન થવા પામ્યું છે વારંવાર નગર પાલિકાને સ્થાનિકો દ્રારા અંદરપસમાં રિપેરિંગ કામ કરાવવા માટે રજુઆત કરવા છતાં કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્રારા વહેલી તકે કામગીરી કરીને આ અંદર પાસ રીપેરીંગ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે