સિહોર શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ પણ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્રારા સફાઇની કામગીરીમાં કેટલી હદે વેઠ ઉતારવામાં આવી રહી છે લોકો પાસેથી સફાઇ સહિતના વેરા ઉઘારાવાય છે સિહોર શહેરમાં અનેક સ્થળોએ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નગરપાલિકા દ્રારા સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, નગરપાલિકા સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં નગરજનોની અવરજવરથી ધમધમતા જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. ગંદકી કચરાના ઢગલા હોય પશુઓ કચરો વેરવિખેર કરતા હોય છે. જેથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ગંદકી કચરાના ઢગલા ભારે દુર્ગંધ મારતી હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્રારા નિયમિત સફાઈ કરવા માંગણી ઉઠવા પામી છે.