વાંકાનેર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાવાંકાનેર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…..
સરકાર માંગણીઓ ન સ્વીકારે તો આગામી તા. ૦૨ થી ઉપવાસ આંદોલનની ચીમકી….
વાંકાનેર શહેર -તાલુકા ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર્સ એસોસિયેશન દ્વારા ગઇકાલે પોતાની પડતર માંગણીઓ અનુસંધાને વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આ તમામ માંગોનો સ્વિકાર કરી તેનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જો સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૦૨ થી સસ્તા અનાજની દુકાનો બંધ રાખશે…
બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના સસ્તા અનાજના દુકાનદારોની ઘણા સમયથી માંગણીઓ તેમજ રજુઆતો બાબતે ગુજરાત સરકાર ઉદાસીન વલણ દાખવતી હોઈ જેથી આગામી તા. ૦૨/૧૦/૨૦૨૨થી સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના ભાગરૂપે રાજયની વ્યાજબી ભાવની દુકાનો ઉપર વિતરણ વ્યવસ્થા બંધ રાખશે, જેથી બાબતે સરકાર તાત્કાલિક સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓ સ્વિકારી તેનો નિકાલ કરે તેવી માંગ કરવામાં આવી હતી…..ઠવી રજૂઆત કરાઇ…..