સમી મામલતદાર કચેરીમાં ACB ટ્રેપ, માં 1 લાખની લાંચ લેતાલાલચુ લાંચિયો નાયબ મામલતદાર ઝડપાયો

પાટાણ જિલ્લા ના સમી કચેરી માં મિલકત ના વેચાણ દસ્તાવેજ ની નોંધો કાઢી આપવા માટે લાંચ ની માંગીની કરનાર લાલચુ મામલતદાર ને એસીબી રગે હાથ ઝડપો

આજે સમી મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર અને,નાયબ મામલતદાર નો ચાર્જ સંભાળનાર અમરસિંહ રણમલભાઈ ચૌધરી 1 લાખ રૂપિયાની લાંચના છટકામાં ફસાઈ ગયો છે. ફરીયાદીએ પોતાની મિલકત ના વેચાણ દસ્તાવેજ કરાવેલ તે દસ્તાવેજ ની નોંધો કાઢી આપવા માટે લાચિયા નાયબ મામલતદારે 1 લાખ રૂપિયા ની લાંચ માંગી હતી.

જેમાં ફરિયાદી એ મિલકતના વેચાણ દસ્તાવેજ કરાવેલ જે દસ્તવરજ ની નોંધો કઢાવવા અવારનવાર ઉઘરાણી કરતા લાંચિયા નાયબ મામલતદારે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ ફરિયાદી આપવા માંગતા ના હોય અને એ.સી.બી. પાટણ નો સંપર્ક કરતા છટકું ગોઠવાયું હતું જેમાં લાંચીયા બાબુએ 1 લાખ રૂપિયા સ્વીકારતા એસીબી એ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.આ ટ્રેપમાં કે.એચ.ગોહિલ ,મદદનિશ નિયામક ની સૂચના અનુસાર પાટણ થી જે. પી.સોલંકી અને તેમના સ્ટાફ દ્રારા ટ્રેપ સફળ કરી આરોપી ને મુદા સાથે પકડી જેલના જવાલે કરતા લાંચિયા બાબુઓ માં ડર નો માહોલ સર્જાયો છે.