કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.