વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત. કોર્ટમાં બંને પક્ષ દ્વારા દલીલ પૂર્ણ. કોર્ટ હવે રિમાન્ડ મામલે ટૂંક સમયમાં લેશે નિર્ણય .ED ને વિપુલ ચૌધરીના ગોટાળા મુદ્દે જાણ કરાઇ.. 

વિપુલ ચૌધરીના રીમાન્ડ નામંજૂર, અમને ન્યાય મળ્યોઃ મોઘજી ચૌધરી
મોઘજી ચૌધરીએ થોડા દિવસ પહેલા આપી હતી ચીમકી

વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ.