બાઇક પર આવેલા 15 થી 20 યુવકોના
ટોળાએ દૂધની દુકાનોમાં ઘુસી દૂધના પાઉચ
રસ્તા પર ફેંકી દીધા
ઢોર નિયંત્રણ બિલને પરત ખેંચવાની માંગ
સાથે બુધવારે દૂધનું વેંચાણ બંધ કરવા
માલધારી સમાજે આપેલા બંધને ધરાર સફળ
બનાવ્યો
ઢોર નિયંત્રણ બિલને પરત ખેંચવાની માંગ સાથે
માલધારી સમાજે બુધવારે દૂધ વિતરણ બંધ
રાખવા એલાન કર્યું હતું. ત્યારે જૂનાગઢમાં
કેટલાક યુવકોએ જબરજસ્તી કરી દૂધ વેંચાણ
બંધના એલાનને સફળ બનાવ્યું હતું. બુધવારે
દૂધનું વેંચાણ ન કરવા માલધારી સમાજે અપીલ
કરી હતી. તેમ છત્તાં દૂધના કેટલાક વિક્રેતા ઓએ
દૂધનું વેંચાણ શરૂ રાખ્યું હતું. દરમિયાન શહેરના ઝાંઝરડા રોડ પર દૂધનું વેંચાણ
થતું હોવાની જાણ થતા 15 થી 20 યુવકોનું ટોળું
ધસી આવ્યું હતું અને દૂકાનમાં ઘુસી ગયું હતું.
બાદમાં હાથે ફ્રિઝ ખોલી લઇ દૂધની થેલીઓ
બહાર કાઢી રસ્તા પર ફેંકી દીધી હતી અને સાથે
દુકાન બંધ કરવા પણ જણાવ્યું હતું. આ અંગે
ઝાંઝરડા રોડ પરના વેપારીએ નામ ન દેવાની
શરતે જણાવ્યું હતું કે, 15 થી 20 યુવકોનું ટોળું
ફરી રહ્યું છે અને દૂધનું વેંચાણ બંધ કરાવી રહ્યું
મારી દુકાનમાં પણ ઘુંસી દૂધની થેલીઓ રસ્તા
પર ફેંકી દીધી હતી. મારી દુકાનમાં સીસીટીવી
કેમેરા પણ છે. જોકે, માથાકૂટમાં પડે કોણ? આ
વાતચિત દરમિયાન જ ફરી બાઇક લઇને ટોળું
પસાર થયું. આ લોકોને પૂછતા, તમે છાપાવાળા
છોને? તો લખજો અમે 200થી વધુ દૂકાનો
બંધ કરાવી છે. આજે દૂધનું વેંચાણ નહિ થવા
દઇએ.તેમણે જણાવ્યું હતું કે, અમે દુકાનો બંધ
કરાવીએ છીએ તેનો વિડીયો પણ ઉતારીએ
છીએ.યુવકોનું દિવસભર વિવિધ વિસ્તારોમાં બાઇક પર
પેટ્રોલીંગ
બાઇક પર નીકળેલા15 થી 20 યુવકોના ટોળાનું
દિવસભર પેટ્રોલીંગ રહ્યું હતું. જેથી બંધ કરાવેલ
દુકાન ફરી દૂધનું વેંચાણ ન કરી શકે. દૂધનું ટીપું
પણ ન મળે તે રીતે સતત પેટ્રોલીંગ કરાયું હતું.
પોલીસ આ રીતે પેટ્રોલીંગ કરે તો દારૂ ન મળે
દરમિયાન કેટલાક લોકોએ કહ્યું હતું કે, દૂધ
વિતરણ બંધ કરાવવા જે રીતે દૂધનું ટીપું પણ ન
મળે તે રીતે આ યુવકો સતત દોડધામ કરી રહ્યા
છે તે રીતે દારૂબંધીના અમલ માટે પોલીસ સતત
પેટ્રોલીંગ કરે તો જૂનાગઢમાં દારૂ મળવો પણ
મુશ્કેલ બની જાય. તસવીર: મેહુલ ચોટલીયા
સોરઠ ડેરીમાં દૂધની 5,000 બેગનું વેંચાણ
અટક્યું
દરમિયાન સોરઠ ડેરીમાં દૂધની 5,000 બેગનું
વેંચાણ અટક્યું હતું. ડેરીના સંચાલકોએ જણાવ્યું
હતું કે, અમે સ્વૈચ્છિક રીતે નિર્ણય લઇ દૂધ
વિતરણ બંધ રાખ્યું હતું. હવે 5,000 બેગને
રિપ્રેફ્યુરાઇઝ કરવાની પ્રોસેસ કરવી પડશે. દૂધની કાળા બજારી થઇ
દરમિયાન એક સ્ટેશનરીના વેપારીએ જણાવ્યું
હતું કે, મંગળવારની રાતથી જ દૂધની કાળા
બજારી શરૂ થઇ ગઇ હતી. લોકોની દૂધની ખરીદી
માટેની પડાપડી અને લાવ લાવથી કેટલાક દૂધના
વિક્રેતા ઓએ લોકોની મજબૂરીનો ભરપુર ફાયદો
ઉઠાવ્યો હતો અને કાળા બજારી કરી દૂધની 30
રૂપિયાની થેલીના 50 રૂપિયા પડાવ્યા હતા.
દૂધ નથી ના બોર્ડ લગાવ્યા
બુધવારે દૂધનું વેંચાણ બંધ રહેવાની જાણ થતા
લોકો આડેધડ રીતે દૂધનો સ્ટોક કરવા લાગ્યા
હતા. પરિણામે દૂધ વ્હેલું ખલાસ થઇ જતા
અનેક દૂકાનોમાં દૂધ નથી તેવા બોર્ડ મારવા પડ્યા
હતા.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ