જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મળે છે ઉદ્દતાય ભર્યા જવાબ સુવિધાનો અભાવ.
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મજબૂરીથી આવતા હોય છે અને તેમના સગા પણ પોતના સ્વજન સ્નેહીસાથે આવતા હોય ત્યારે ધોરાજીથી આવેલ પરેશભાઈના ધર્મપત્ની એપેન્ડીશની સર્જરી માટે દાખલ થયા હતા સર્જરી માટે વહેલી સવારથી ઓપરેશન વિભાગમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને આશરે 5 કલાક જેવા સમય બાદ ઓપરેશનઅર્થે લેવામાં તો આવ્યા પરંતુ બે થી અઢી કલાક બાદ જ્યારે ઓપરેશન વિભાગના કર્મચારી દીપકભાઈ ને દર્દીના સગા દ્વારા પૂછવામાં આવ્યું કે, ઓપરેશન હજુ ચાલુ છે ત્યારે દીપકભાઈ નામના કર્મચારી ઉશેકેરાય જણાવ્યું કે અંદર કાઈ રાખવા માટે ન લઈ ગયા હોય ઓપરેશન ચાલુ જ હોય આ રીતે ઉધતાય ભર્યા જવાબ આપ્યો હતો.
જો કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલ તો બનાવી લીધી છે પરંતુ છાશવારે કાઈને કાઈ સમસ્યાઓ અને સુવિધાનો જેવીકે શોચલાયમાં તાળા પીવાના પાણીની વ્યવસ્થામાં અભાવ અને પૂરતા સ્ટાફ અને સાધનોનો અભાવ સાથે ગંદકી તો કાયમ માટે જોવા મળી રહી છે તેમજ તંત્ર ક્યાંકને ક્યાંક વામળું પુરવાર થતું હોવાના જીવંત પુરાવા મળી રહ્યા છે આખરે બેદરકાર તંત્ર ક્યારે સુધરશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સાગર નિર્મળ
જૂનાગઢ