હારીજ નગરપાલિકા દ્વારા રઘુવંશી સોસાયટી માં બ્લોક નાખવા માટે તેમજ ગટર લાઇન અને સીસી રોડ ના નવીન કામ નું ખાત મુહુર્ત પાલિકા ના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ ડો.સંજય ઠક્કર, અધ્યક્ષ ગંગાબેન પટેલ, હારીજ શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર,, નંદુજી ઠાકોર તેમજ બીજેપી પાર્ટી ના પૂર્વ મહા મંત્રી જગદીશ ઠાકર સહિત સોસાયટી ના રહીશો ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકા પ્રમુખ રંજનબેન મકવાણા ની ઉપસ્થિતિ ની જગ્યાએ પાલિકા પ્રમુખ ના પતિ નટુભાઈ મકવાણા ની ઉપસ્થિતિ લોકો માં ચર્ચાનો દોર બન્યો હતો.અત્રે ઉલલેખનીય છે કે પાણી પુરવઠા ના આ નટુભાઈ પાલિકા પ્રમુખ તરીકે પણ પોતાની પત્નીની જગ્યાએ પાલિકા પ્રમુખ ની ભૂમિકા ભજવી રહ્યા છે.પાલિકા ને ઇન્દિરાનગર અને ખેમાસર વિસ્તાર માં ઉભરાતી ગટરોના મુદ્દે કોઈજ અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું નથી જ્યારે વાહિયાત કામગીરી કરવામાં આવી રહી હોય હારીજ ના રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.હારીજ નગરપાલિકા માં વિરોધ પક્ષ મજબૂત ના હોય સાસક પક્ષ દ્વારા મનમાની આચરવામાં આવતી હોય તેવું નગર માં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.જિલ્લા કલેકટર દ્વારા પાલિકા પ્રમુખ ની સહી કરવાની કામગીરી ની તપાસ હાથ ધરવામાં આવે તો પ્રમુખ પતિની સહિયો કરી હોવાનું કૌભાંડ બહાર આવવા પામી શકે તેમ છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા તુરંત તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.હારીજ નગરપાલિકા પ્રમુખ ની ચેમ્બર હોય કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે પ્રમુખ ની ઉપસ્થિતિ ની જગ્યાએ માત્ર પ્રમુખ પતિ નટુભાઈ મકવાણા ની ઉપસ્થિતિ એ લોકો માં કુતૂહલ જગાડ્યું છે કે અંતે હારીજ નગરપાલિકા પ્રમુખ રંજનબેન છે કે નટુભાઈ મકવાણા એ લોકો માટે અસમંજસ થઈ ગયું છે.