હારીજ જનતા પેટોલ પંપ ની પાંસળ દરવાસ ખાતે અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

 અવારનવાર ગટર ઊભરાવવાની સમસ્યા ને લઇ રજૂઆત દરમિયાન હારીજ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી

 પરંતુ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

 આ કામ તો પૂર્ણ થયું નથી અને નગરપાલિકા દ્વારા અન્ય ખાતમુરત કરવામાં પણ આવી રહ્યા છે એમ કહી શકાય કે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મનમાની ચાલતી હોય એવું કહી શકાય કાચબા ગતિએ ચાલતી કામગીરી સ્પીડ વધારવામાં આવે તો તેવી માગ છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા સમય પ્રમાણે કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે