સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી ગોવિંદ યુ. બારૈયાને “બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ” એનાયત

 શ્રી બદલાવ નેશનલ એનજીઓ દ્વારા તા.૧૯-૨૦/૦૯/૨૦૨૨ ના રોજ ઉદયપુર મુકામે “વર્તમાન સમયમાં વૃદ્ધ વ્યક્તિઓ પ્રત્યેની સામાજિક જવાબદારી” વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેનો પ્રારંભ ડૉ. રાજેન્દ્રચંદ્ર કુમાવતજીને વૃદ્ધ વ્યક્તિઓના પ્રત્યે સામાજિક જવાબદારીઓ વિશે વ્યાખ્યાન આપીને કર્યો હતો. તેમાં ભારતમાંથી અનેક યુવા સંશોધકો, પ્રોફેસરો, એનજીઓના કાર્યકરો, બુધ્ધિજીવીઓ અને સમાજ સેવકો સહભાગી થયા હતા. 

  આ એનજીઓ દર વર્ષે જુદા જુદા વિભાગોમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થીઓને બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ એનાયત કરે છે. આ બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ માટે સમગ્ર ભારતમાંથી બાયોડેટા મંગાવે છે. તેમાં એવોર્ડની પસંદગી માટે ત્રણ માપદંડો જેવા કે, ઉમેદવાર કોઈપણ યુનિવર્સિટીમાં પીએચ. ડી. કરતાં હોવા જોઈએ.

 આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી અને કઠલાલ તાલુકાના વડવાળા ગામના વતની ગોવિંદભાઈ ઉદેસિંહ બારૈયાને “બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ” બદલાવ નેશનલ એનજીઓના પ્રમુખ ડૉ. શ્રી રામ આર્ય અને સેક્રેટરી ડૉ. શ્રુતિ ટંડન હસ્તે એનાયત થયો હતો. 

શિક્ષણ ક્ષેત્રે ગોવિંદ બારૈયા નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. તેમના ૦૪ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૦ સંશોધન પેપરો નેશનલ સેમિનાર અને કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે. ગોવિંદ બારૈયાએ ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યુ છે તે બદલ તેમના સૌ મિત્રો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.