જૂનાગઢમાં સાત દિવસીય નવરાત્રિ મેળાનું આયોજન

કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન

ખટારીયના હસ્તે નવરાત્રિ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો

હતો.દિનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા

મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શહેરના

આઝાદ ચોક ખાતેના રેડ ક્રોસ હોલના પ્રાંગણમાં આયોજિત

આ નવરાત્રી મેળામાં શહેર - જિલ્લાની સ્વ-સહાય જૂથોની

બહેનો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું તા.27 નવેમ્બર

સુધી પ્રદર્શન વેચાણ કરવામાં આવશે. આ મેળામાં લોકો ઘર

આંગણે સુશોભન, પરંપરાગત વસ્ત્રો, આયુર્વેદિક સહિતની

હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરી શકશે. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા,

પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, સાવજ ડેરીના ચેરમેન

દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના

નિયામક સહિતના મહાનુભાવોએ નવરાત્રિ મેળાના વિવિધ

સ્ટોલની મુલાકાત લઈ અને પ્રતિકાત્મક ખરીદી કરી સખી

મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી હતી. સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કરાયો

આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ

જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની નેમ મુજબ શહેર-

ગ્રામ્યની બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે જિલ્લા

ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળાનું આયોજન

કરવામાં આવ્યું છે. આ મેળામાં સખી મંડળની બહેનો દ્વારા

વિવિધ કલાત્મક વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. ત્યારે

આ બહેનોને પ્રોત્સાહન અને રોજગારી મળી રહે તે માટે

હાથ બનાવટની આ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ. તેમ

તેમણે અનુરોધ કરતા ઉમેર્યું હતું.

આ પ્રસંગે લીડ બેંકના મેનેજર પી. એલ. ગોહેલ,

આસિસ્ટન્ટ મેનેજર રાજેશ ડાભી, નેશનલ રૂરલ લાઈવ

મિશનની જિલ્લાની ટીમ અને સખી મંડળના બહેનો

ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ