ગોધરા : પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વિરોધમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા રાજકીય માહૌલ ગરમાયો.!!

◆ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં લાગેલા બેનર પોસ્ટર-બેનરમાં "હારી ગયેલો ઉમેદવાર નહી ચાલે" આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે દરેક રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં જિલ્લાની પાંચ વિધાનસભા સીટો માટે ૫૬ જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે આજે ગોધરાની મુલાકાતે એ.આઈ.સી.સી અને મધ્ય ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક ઉષા નાયડુ આવી રહ્યા છે. જેઓ આજે તમામ દાવેદારી નોંધાવેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેશે. તે પહેલા જ ગોધરા શહેરમાં સૌથી મોટી વોટ બેંક ગણાતા પશ્ચિમ વિસ્તાર માં આવેલા સીગ્નલફળિયા, સાતપુલ, ગોન્દ્રા અને કુબા મસ્જીદ સહિતના વિસ્તારોમાં ગોધરા વિધાનસભા બેઠકમાં હારી ગયેલો ઉમેદવાર નહીં ચાલેના ૧૦ જેટલા વિરોધી બેર પોસ્ટર લગાવવામાં આવતા જ રાજકીય મોરચે ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. જેમાં ગોધરા શહેરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના વિરોધમાં બેનર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ બેનર પોસ્ટરમાં રાજેન્દ્રસિંહ પરમારના વિરોધમાં લખવામાં આવ્યું છે કે, કાયમ હારતા ઉમેદવાર નહીં ચાલે, વેચાઈ જાય એવા ઉમેદવાર નહીં ચાલે, શું લાલાભાઈ તમને સાડા ચાર વર્ષમાં તમારા વિસ્તારમાં દેખાયા ખરા ? વર્ષ ૧૯૮૫માં હાર્યા, ૧૯૯૦, ૨૦૦૨, ૨૦૦૪, ૨૦૧૨ અને ૨૦૧૭માં પણ હાર્યા હોય એવા ઉમેદવાર નહીં ચાલે તેવા બેનર પોસ્ટર લગાવવામાં આવતા જ રાજકીય માહૌલ ગરમાયો હતો.