સંજય રાઉતની EDએ મોડી રાત્રે 12 કલાકે ધરપકડ કરી છે. રાત સાડા બાર વાગતા સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉત EDની ઓફિસે પહોંચ્યા હતા.
EDએ સંજયને રવિવાર સાંજે કથિત રીતે કસ્ટડીમાં લીધા બાદ રાત્રે 12 કલાકે ધરપકડ કરી છે.
સંજય રાઉતને આજે સોમવારે બપોરે PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સંજય રાઉતના ઘરેથી ઇડીને 11.50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.
ત્યાં જ ઇડીના સિનિયર ઓફિસર પણ મોડી રાતે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા છે. ત્યારે હાલ સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દરમિયાન સંજય રાઉતની ધરપકડ મામલે તેમના ભાઈ સુનિલે જણાવ્યું હતું કે, ઇડી સંજયથી ડરે છે. તેથી તેમની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજ દેખાડી સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ધરપકડ માત્ર તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે. જે પણ રૂપિયા મળ્યાં છે તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસના હતા. તે પૈસા પર એકનાથ શિંદે અયોધ્યા યાત્રા લખ્યું પણ છે. ઈડીની ઓફિસ બહાર કેટલાક શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતની પ્રથમવાર રાત્રે 12:05 વાગ્યે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી આ પહેલા તેમના ઘરે લગભગ નવ કલાક સુધી ચાલી હતી, ત્યારબાદ દક્ષિણ મુંબઈમાં ED ઓફિસમાં સાત કલાક સુધી ચાલી હતી. એજન્સીએ સંજયના ઘરેથી 11.50 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. EDના અધિકારીઓએ જણાવ્યું કે રાઉતની તપાસમાં સહકાર ન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ED તેને સોમવારે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડની માંગણી કરશે.