ગુજરાતમાં ચુંટણીના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે ગ્રામ્ય સીટ પર વર્ષોનો રાજકીય વનવાસ પૂરો કરી સત્તા પર આવવાની તેયારી કરી લીધી છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે સિહોર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની અલગ બેઠકો શરૂ થઈ છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ગુજરાત મોડલ ડ્રગ્સ મોડલ બની ગયું હોવાનું કહ્યંહતું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને ભાજપની બી ઢીમ ગણાવીને વિધાનસભાની ચૂંટણીમાં ભારે જોરથી ચુટંણી લડવા માટે આહવાન કર્યું હતું તાલુકા કોંગ્રેસની બેઠકમાં પ્રભારી મનોજ પટેલ અને શહેર કોંગ્રેસની બેઠકમાં જયદીપસિંહે એક સુરમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય સીટ પર વર્ષોનો વનવાસ પુરો કરવા કોંગ્રેસ તેયારી કરી રહી છે. જેને ભાજપ ગુજરાત મોડલ ગણાવે છે તે ગુજરાત મોડલ હવે ડ્રગ્સનું મોડલ બની ગયું છે. તેઓએ વધુમાં કહ્યાં હતું કે, 27 વર્ષ બાદ પણ ભાજય સરકારને કોન્ફીડન્સ નથી જેથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી રહી છે જ્યારે ભાવનગર જિલ્લાની તમામ બેઠક કોંગ્રેસ જીતશે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે ત્યાર બાદ દેશમાં પણ સરકાર બનાવશે.