આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભવ્ય શાંતિ રેલી અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું 

વિશ્વમાં શાંતિ એ હાલ સમયની સૌથી મહત્વની જરૂરિયાત છે. શાંતિ અને સમૃદ્ધિ એ રોટરી માટે ખુબજ મહત્વ મુદ્દાઓમાંનું એક હોવાથી, રોટરી ક્લબ ઓફ પોરબંદર અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલના દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ પોરબંદર, ઇન્ટરેક્ટ ક્લબ ઓફ જીએમસી સ્કૂલ, સુરુચી સ્કૂલ,  ચમ સ્કૂલ અને રોટરેક્ટ ક્લબ ના સહયોગ થી એક ભવ્ય શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે આ રેલીને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના અધ્યક્ષ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા ગુબ્બારા છોડીને અને હાર્મની સર્કલથી રેલીને લીલી ઝંડી આપીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓએ વિશ્વમાં શાંતિ અને હાર્મનીને લગતા વિવિધ બેનરો, પ્લાયકાર્ડ અને અન્ય ચિહ્નો સાથે આ રેલી માં શામેલ થયા હતા. આ રેલીમાં જીએમસી સ્કૂલના લગભગ 250 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. જીએમસી, સુરુચી અને ચમ સ્કૂલના ઇન્ટરેક્ટ ક્લબના સભ્યોએ પણ મોટી સંખ્યા માં હાજર હતા. બધા વ્યાપારીઓ અને રાહગીરો એ શાંતિ ના સંદેશ ફેલાવા બદલ બાળકો ના આ પ્રયાસ ને બિરદાવ્યો હતો.

રેલી કીર્તિ મંદિર ખાતે સમાપ્ત થઈ હતી જ્યાં એક અદ્ભુત સંગીત પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઈરફાન મીરની ટીમે ગાંધી ભજનો નું ગાયન કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સભા ના અંત માં  વિમલજી ભાઇ ઓડેદરા દ્વારા રોટરી ક્લબ અને જી એમ સી સ્કૂલ ને આ રેલી બદલ આવકાર્યો હતો અને આજ ના સમય માં શાંતિ ની વિશેષ જરૂરીયાત વિશે બાળકો ને માહીતગાર પણ કરેલ હતું. એમના સંબોધન માં યુક્રેન યુદ્વ ના કારણ દુનિયા માં થતા અનેક પ્રકારની તકલીફો નું પણ ઉલ્લેખ કરી શાંતિ ની મહત્તા વિશે માર્ગદર્શન આપેલ હતું.

રોટરી ક્લબ સભ્યો માં આદરણીય હર્ષિત ભાઈ રૂઘાણી, વિજય ભાઈ મજીઠીયા, સેક્રેટરી તુષાર ભાઈ લાખાણી, રોહિત ભાઈ લાખાણી, પ્રિતેશભાઈ લાખાણી, ડો. પરાગભાઈ મજીઠીયા, પરાગ ભાઈ માંડવીયા, ચિરાગ ભાઈ કારીયા અને પ્રણય ભાઈ રાવલ શાંતિનો સંદેશો ફેલાવવા રેલી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનરવ્હીલના પ્રમુખ સુશ્રી મીના મજીઠીયા, સેક્રેટરી સીમા સિંઘવી, જોઇન્ટ સેક્રેટરી જીજ્ઞા લાખાણી, ભૂતપૂર્વ પ્રમુખ ઇલા ઠક્કર અને હંશાબેન ગોહેલ પણ હાજર રહ્યા હતા.

આ રેલીનું સમગ્ર આયોજન જીએમસી શાળાના આચાર્ય ગરિમા જૈન અને રોટરી ક્લબના પ્રમુખ  પૂર્ણેશ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.