ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત આદિત્યાણા હાઈસ્કુલ ખાતે આજરોજ હિમોગ્લોબીન ચેકઅપ તેમજ ટેબ્લેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

    આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ આચાર્ય  લાખનશીભાઈ ઓડેદરા દ્વારા સ્વાગત પ્રવચનની સાથે લોહીની ઉણપ દ્વારા થતી અસર વિશે વિદ્યાર્થીઓને માહિતી આપેલ

     બાદમાં ડોક્ટર સેલના સહ કન્વીર ડૉ.ધીરેન મોઢા સાહેબ દ્વારા લોહીની ઉણપ અને લેવાની  કાળજી વિષે માર્ગદર્શન આપેલ હિમોગ્લોબીન ચેકઅપની કામગીરી ડૉ.મોઢા સાહેબ દ્વારા કરવામાં આવેલ તેના સહયોગ ફાર્માસિસ્ટ કાના ભાઈ ખુંટી રહ્યા હતા.

     આ કાર્યક્ર્મમા યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા શહેર ભાજપના મહામંત્રી માલદેભાઈ મોઢવાડિયા તેમજ એભાભાઈ દાસા, મ્યુ કાઉન્સિલર ભાનુબેન તેમજ મહિલા મોરચાના શાંતીબેન એરડા હાજર રહેલ 

    તેમજ મિતાબેન થાનકી સરોજબેન કક્કડ અને પોરબંદર મહિલા મોરચાના પ્રભારી નીતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહેલ 

   આ કાર્યક્રમ જીલ્લા ભાજપના માર્ગદર્શન અને ડોક્ટર સેલના સહયોગ દ્વારા રાણાવાવ શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવેલ
 
       આ કાર્યક્રમમા ૧૦૦ થી વધુ બાળાઓએ લાભ લીધેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિત્યાણા હાઈસ્કુલ ના શિક્ષકગણનો સાથ સહકાર મળેલ તે બદલ રાણાવાવ શહેર ભાજપ અભિનંદન પાઠવે છે

     કાર્યક્રમ ના અંતમા મીનાબેન દ્વારા આભાર વિધી કરવામાં આવેલ