ગીર સોમનાથમાં ગાભા ગામથી પંડવા ગામને જોડતા રસ્તાનુ ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રામીબેન વાજાના હસ્તે કરાયુ
ગીર સોમનાથ. તા. ૨૧: ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકાના ગાભા ગામથી વેરાવળ તાલુકાના પંડવા ગામને જોડતા રસ્તો રૂ.૧.૧૦ કરોડ ના ખર્ચે મંજુર થયેલ છે. જે રસ્તાનું ખાત મુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના હસ્તે કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ મહામંત્રી ગોવિંદભાઇ મેર, પુર્વ મહામંત્રી હમીરભાઇ પંપાણીયા, બચુભાઇ વાજા, ગાભા ગામના સરપંચ જાદવભાઇ બારડ, પંડવા ગામના સરપંચ લખુભાઇ વાળા, ગુંણવંતપુર ગામના સરપંચ અજિતભાઇ રાઠોડ, ઇંદ્રોય ગામના સરપંચ કાનાભાઇ ચુડાસમા, રાજાભાઇ ચારીયા, કાળાભાઇ વાળા, વજુભાઇ બારડ, કાળાભાઇ મેર, રામભાઇ,કાર્યપાલક સિંચાઇ ઇજનેર શ્રી કલસરીયા ,સિંધલભાઈ, પીઠીયાભાઇ, સામાણીભાઈ, સિધ્ધાર્થભાઇ ગાધે, રામભાઇ નાઘેરા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.